તપાસ:10 લાખની ચીલઝડપ કરનાર ટોળકીમાં 4 સભ્યોની આશંકા

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીના લગ્ન માટે પરિવારે બેંકમાંથી 18 લાખની લોન લીધી હતી
  • બેંક ઓફ બરોડામાંથી લીધેલ લોનના 10 લાખ રૂપિયાં લઈને નીકળતાં ઘટના બની હતી : સીસીટીવીના ફૂટેજ ચેક કરાયા

ઝાલોદ બેંક ઓફ બરોડા માંથી રૂપિયા 10 લાખ લઈને બહાર નીળેલા યુવક પાસેથી નજર ચૂકવીને પૈસા લઈને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.જેમાં રમેશભાઈ નાયક પુત્રીના લગ્ન માટે ઝાલોદ બેંક ઓફ બરોડા માંથી ૧૮ લાખની લોન લીધી હોવાનું જાણવા મળેલ છે.જેમાં શુક્રવારના દિવસે લોન ખાતા માંથી 10 લાખ ઉપાડ્યા હતા.ત્યારે આરોપીઓએ વોચ રાખીને રેકી કરીને 4 વાગ્યાના આરસામાં બાઇકની સાઇડ બેગમાં મૂકી કેનમાં ડીઝલ ભરાવવા તથા બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતાં આરોપીઓ પૈસા લઈને પલાયન થઇ ગયા હતા.

પોલીસે ઘટનાને લઇને બેન્કના તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોસીયા હતા.જેમાં બીઓબીની અંદર સફેદ રંગના ટીશર્ટ પહેરેલા યુવકે પૈસા ઉપાડતી વખતે અન્ય ગેંગના ઈસમોને ઇશારો કર્યો હતો.બેન્કની બહાર રસ્તા ઉપર પૈસાની લૂંટ માટે લાલ રંગની થેલી સાથે આરોપી કેમેરા કેદ જોવા મળ્યો હતો. આ ઘટનામાં બેથી ચાર ઇસમો દ્વારા પ્લાન ઘડાયો હોવાની શંકા છે.

આરોપીઓએ બેંક બહાર પેહરો રાખીને લૂંટ પેટ્રોલ ભરાવતી વખતે સેફ જગ્યાએ કરી હતી.ગામડી ચોકડી વિસ્તારમાં દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે.સાથે બીઓબીમાં અંદર જગ્યા પણ ઘણી ઓછી ત્યારે દેના બેંક મર્જ કરવામાં આવતા ભીડ-ભાડ થાય છે.બેંકની નીચે પોસ્ટ ઓફિસ હોવાથી આખો દિવસે ઘસારો થતો હોવાથી તેનો લાભ લઈને અનેકવાર નાની-મોટી ચોરીના બનાવો બનતા રહે છે.

થોડા સમય પહેલાં પણ લૂંટ થઇ હતી
ઝાલોદ બેંક ઓફ બરોડા માંથી થોડા સમય પહેલા ગ્રામીણ બેન્કના કર્મચારી ૫ લાખની રોકડ લઇ જતી વખતે બંદૂકની અણીએ લૂંટી લઈને આરોપીઓ ધોળા દિવસે નાસી છૂટ્યા હતા.તેમજ બેંક ઓફ બરોડાની અંદર પણ અનેક વખતે નાની-મોટી ચોરીઓ થતી રહે છે.તેવામાં નગર માંથી ૧૦ લાખ રોકડની લૂંટાય જતા બેન્કના ખાતેદારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...