ચોરી:લીમડીમાં બંધ મકાનમાંથી રૂ.3.24 લાખની મતાની તસ્કરી

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 લાખના દાગીના અને 24 હજાર રોકડની ચોરી કરી ગયા

લીમડીમાં જૈન મંદિર પાસે એક બંધ ઘરને નિશાન બનાવી રાત્રીના ચોર ઇસમો સોનાના દાગીના અને રોકડ મળી મળી 3,24,000 લાખની તસ્કરી કરી લઇ ગયા હતા. ચોરીની જાણ થતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. લીમડી જૈન મંદિર પાસે રહેતા શ્રેયાંશકુમાર પ્રકાશચંદ્ર જૈન તા17મીના રોજ પોતાના ઘરે તાળા મારી પરિવાર સાથે મધ્યપ્રદેશના મોહનખેડા (રાજગઢ) ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા.

તે દરમિયાન રાત્રીના સમયે ચોર તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી ઘરના દરવાજાનું નકુચા સાથે તાળુ તોડી અંદર પ્રવેશી નીચેના રૂમમાં લાકડાના કબાટમાં મુકી રાખેલ વસ્તુઓ વેરવિખેર કરી અંદર મુકી રાખેલ સોનાની અંગુઠી નંગ 7, સોનાના કાનના બુટા જોડ નંગ 5, ડાયમંડની કાનની બુટી નંગ 1, માથે પહેરવાનો સોનાનો રાજસ્થાનની બોર નંગ 1, સોનાની ચેન નંગ 2 તેમજ રોકડા રૂા.20,000 તથા ઉપરના માળે રૂમમાં લોખંડનું કબાટ તથા લાકડાનો કબાટ અને ડ્રેસીંગનો કબાટ તોડી સામાન વેરવિખેર કરી સોનાનુ મંગળસુત્ર તથા સોનાના કાનના બુટાનો સેટ નંગ 1, સોનાની અંગુઠી નંગ 8

ઓરીજનલ ડાયમંડની કાનની બુટ્ટી નંગ 2 તથા સોનાની કાનુ બુટ્ટી નંગ 4, નાકની સોનાની વાળીઓ નંગ 15 તથા રોકડા રૂા. 4000 મળી કુલ રૂા.3,24,000ની મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. બીજા દિવસે સવારે દુધ વાળો દુધ આપવા આપવા ઘરના દરવાજાના તાળા નકુચા તુટેલા જોવા મળતાં શ્રેયાંશકુમાર પ્રકાશચંદ્ર જૈનને જાણ કરતાં તેઓ તાત્કાલિક પરત ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતાં સામાન વેરવિખેર પડેલો જોવા મળતા ચોરી થઇ હોવાનું જણાઇ આવ્યું હતું. આ સંદર્ભે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં લીમડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...