તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:ગુજરાતમાં પ્રવેશતાં પહેલાં Rtpcr રિપોર્ટ ફરજિયાત

ઝાલોદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાહોદ જિલ્લાની બોર્ડર ઉપર જિલ્લામાં પ્રવેશતા લોકોની તપાસ કરતી પોલીસ. - Divya Bhaskar
દાહોદ જિલ્લાની બોર્ડર ઉપર જિલ્લામાં પ્રવેશતા લોકોની તપાસ કરતી પોલીસ.
 • દાહોદ જિલ્લામાં પ્રવેશતા 9 બોર્ડર ઉપર કોરોનાની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત
 • તમામ 9 બોર્ડર ઉપર કોરોનાની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં અન્ય રાજયોમાંથી દાહોદમાં પ્રવેશતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ જે 72 કલાકમાં કરેલો હોવો જોઇએ અને નેગેટીવ હોવો જોઇએ તો જ જિલ્લામાં પ્રવેશ મળશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો દાહોદમાં પ્રવેશતા હોય છે. ત્યારે જે પણ અન્ય રાજયોમાંથી દાહોદ જિલ્લામાં પ્રવેશે છે તે તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરેલો હોવો જોઇએ.

તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ હોવો જોઇએ અને રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. દાહોદ જિલ્લામાં પ્રવેશતી 9 બોર્ડર ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ટીમ ગોઠવી દેવામાં આવી છે. દાહોદ જિલ્લાને જોડતી મુખ્ય 3 બોર્ડર જેવી દાહોદથી મધ્યપ્રદેશને જોડતી ખંગેલા બોર્ડર, મધ્યપ્રદેશને જોડતી ઝાલોદ તાલુકાની ધાવડીયાને ચાકલીયા બોર્ડર ઉપર પ્રવાસીઓ ઘસારો જોવા મળે છે.

દાહોદની ખંગેલા બોર્ડર ઉપર માત્ર થર્મલ ગનથી સ્ક્રિનિંગ અને નોંધણી કરી જિલ્લામાં આવે છે. ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ ઉપર મુસાફરોના rtpcr રિપોર્ટ ફરજિયાત જોવામાં આવે છે. જો ના હોય તો તે મુસાફરોના સ્થળ ઉપર જ કોરોના રેપીડ ટેસ્ટ કરાય છે.ેપીડ નેગેટીવ આવ્યા બાદ તેઓના RTPCR રિપોર્ટ લેવામાં આવે છે અને તેઓની નોંધણી કર્યા બાદ જ દાહોદ જિલ્લામાં પ્રવેશવા દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો