તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાલોદ તાલુકામાં નવીન વરોડ ટોલનાકું અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ સ્થાનિકો વાહન ચાલકો કાયમી નિરાકરણ લાવવાની માંગ પર અડગ રહ્યાં છે. અનેકવાર ટોલ કોન્ટ્રાકટરોના આકરા વલણોના કારણે ટોલબુથ ખાતે બોલાચાલી સહિતના હિંસક ઘર્ષણના બનાવો સામે આવે છે. ટોલ અધિકારી અને જવાબદાર તંત્ર દ્વારા સ્થાનિકોના મુદ્દે કોઈ ખાસ રસ લઇને નિકાલ કરવા ન આવતા સ્થાનિકોનો ટોલટેક્સનો મુદ્દો સળગતો જ જોવા મળી રહ્યો છે. 15મી ફેબ્રુઆરીથી દેશભરમાં ટોલનાકા પર ફરજીયાત ફાસ્ટટેગ અમલી કરાતા ઝાલોદ વરોડ ટોલબૂથ ખાતે વાહનોની લાંબી કતારો લાગી હતી.
હવે ટોલ પર તમામ લેન ફાસ્ટેગની હશે. ટેગ નહિ હોય તે વાહનોને બમણો ટોલ ચૂકવવો પડશે. ઝાલોદ તાલુકાના સ્થાનિકો ટોલનો પ્રારંભ થયો ત્યારથી જ જે લેન પાસેથી પસાર થતાં હતા, તે રસ્તો ખુલ્લો કરીને સ્થાનિક નાના વાહનોને પસાર કરવા પ્રબળ માંગ ઉઠેલી જોવા મળી છે.
રસ્તો બંધ કરવામાં આવતા રોષ
ઝાલોદ વરોડ ટોલ ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અનેક આવેદનો અને આંદોલનો તેમજ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય ભાવેશ કટારાની રજુઆત બાદ સ્થાનિક વાહનોને ટોલ પાસેના બંને બાજુના પ્રથમ લેન પાસેના રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા. કેટલાય માસ સુધી આ રસ્તાનો સ્થાનિકો ઉપયોગ કરતા હતા. પરંતુ તાજેતરની કાર્યરત એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા પથ્થરો મૂકીને રસ્તો બંધ કરાતા સ્થાનિકોને ફરજીયાત ટોલ લેનમાંથી પસાર થવું પડે છે અને ઘર્ષણ પેદા થાય છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.