વિરોધ:ઝાલોદના બનાવ બાદ કાર્યવાહી સામે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ

ઝાલોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ASPની બદલી માંગ : SPએ મામલો થાળે પાડ્યો

ઝાલોદમાં શુક્રવારે સાંજના સમયે ગણેશજીની શોભાયાત્રા મસ્જિદ બજાર માંથી પસાર થતી હતી. તે સમયે કોઈક ઘટના બની જતા નગરનો શાંતિમય માહોલ ગરમાયો ગયો હતો.આ ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

બાદમાં રાત્રી દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા નગરના બંને કોમના યુવાનોને ઘરેથી ઉઠાવીને માર મારતા હિન્દુ સંગઠનો દ્વારા દુકાનો સજ્જડ બંધ કરીને વિરોધ કર્યો હતો.શહેરના ભરત ટાવર વિસ્તારમાં બજરંગ દળ, વિશ્વ હિન્દૂ પરિષદ સહિતના હિન્દૂ સંગઠનો એકઠા થઈને એએસપી વિજયસિંહ ગુર્જર વિરુદ્ધ રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આવેદન આપીને લેખિત રજુઆત કરી હતી કે, ઝાલોદમાં ફરજ બજાવતા એએસપી વિજયસિંહ ગુર્જર હિન્દૂ સમાજના કોઈ પણ તહેવાર હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાના બહાના હેઠળ અમારી આસ્થા સાથે ચેડાં કરે છે.ગણેશ વિસર્જનના દિવસે પણ મસ્જિદ પાસે વિસર્જન યાત્રા ઉપર હુમલો કરીને શાંતિ ડોહળવાનો પ્રયાસ થયો હતો. ત્યાર બાદ રાત્રીના બે વાગ્યાના સમયે પોલીસે કોમ્બિંગ કરીને હિન્દૂ યુવાનોને ઘર માંથી કાઢીને મારઝૂડ કરી હતી.અને એક તરફી અત્યાચારની કાર્યવાહી કરવામાં આ ઘટના પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીના પણ દોડી આવ્યા હતા અને તેમણે મામલો થાળે પાડ્યો હતો.

આક્ષેપો પાયા વિહોણા છે
ઝાલોદ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મસ્જિદ પાસે બનેલા બનાવમાં સીસીટીવી ફૂટેજ તપાસીને કાયદા પ્રમાણે જરૂરી જે પગલાં લેવા પડે તે પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.આ તમામ આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે.>વિજયસિંહ ગુર્જર, એએસપી, ઝાલોદ ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...