લેખિતમાં રજૂઆત:ઝાલોદની માછણ નદીમાં ગંદું પાણી ઠાલવતાં રજૂઆત

ઝાલોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછણ નાળા ડેમનું પાણી નગરજનો પીવા માટે ઉપયોગ કરે છે
  • ગામના અગ્રણી ભરતભાઈ શ્રીમાળી દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઇ

ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ જીવાદોરી સમાન ગણાય છે.બારેમાસ તાલુકાના લોકો માછણ નાળા ડેમના પાણીનો વપરાશ કરે છે.માછણ ડેમના લીમડી પાસેથી ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા ગામના અગ્રણી ભરતભાઈ શ્રીમાળી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે,લીમડી નગરની તમામ ગટરોનું ગંદુ પાણી માછણ નદીમાં છોડવામાં આવે છે.

સાઈ મંદિર પાસેની મોટી ગટર દ્વારા પાણી છોડવામાં આવે છે. માછણ પુલ પાસે સંપ નજીક પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. માછણ ડેમનું પાણી ઝાલોદના નગરજનો પીવામાં ઉપયોગ કરે છે.જેથી નગરજનોને પાણીજન્ય અને ચામડીના રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. નગરજનોના હિતમાં માછણ ડેમમાં લીમડીની ગટરોનું ગંદુ પાણી છોડવામાં ન આવે તેવી સ્થાનિક અગ્રણી દ્વારા લેખિતમાં માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...