ભવ્ય રેલીનું આયોજન:દાહોદ જિલ્લા VHP-બજરંગદળ દ્વારા શૌર્ય સંચાલનનું આયોજન

ઝાલોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદની બી.એમ.હાઈસ્કૂલમાં એકત્ર થઈ નગરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. - Divya Bhaskar
ઝાલોદની બી.એમ.હાઈસ્કૂલમાં એકત્ર થઈ નગરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
  • ઝાલોદમાં ભારત માતા કી જય, જય શ્રી રામના નારા સાથે ભવ્ય રેલી કાઢી
  • સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓએ નગરમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સમગ્ર દાહોદ જિલ્લા દ્વારા શોર્ય સંકલન યોજવામાં આવ્યું હતું. ઝાલોદ નગરમાં સમગ્ર દાહોદ જિલ્લાનું શોર્ય સંકલન યોજવામાં આવ્યું હતું અને દાહોદ જિલ્લાના દરેક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે સંકળાયેલા લોકો ઝાલોદની બી.એમ.હાઈસ્કૂલમાં એકત્ર થઈ ઝાલોદના મુખ્ય માર્ગ પર રેલી કાઢવામાં આવી હતી.

દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રવિવારના રોજ શોર્ય સંકલન દિનની ઉજવણી નભગ રૂપે સમગ્ર દાહોદ જિલ્લાના VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ મળીને બી.એમ. હાઈસ્કૂલ થી લઇ સમગ્ર ઝાલોદ શહેરના મુખ્ય માર્ગોમાં ભારત માતા કી જય, જય શ્રી રામ ના નારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરિયા સાફ સાથે સજ્જ થઈ સમગ્ર દાહોદ જિલ્લાના કાર્યકર્તાઓએ જોડાઇ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. શોર્ય સંકલન શહેરના મુખ્ય માર્ગો પર ફરીને બી.એમ. હાઈસ્કૂલ ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...