તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે લડત:ઝાલોદને કોરોના મુક્ત બનાવવાના સંકલ્પ સાથે લોકોએ સેવા માટે એમ્બ્યુલન્સો આપી

ઝાલોદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અન્ય ત્રણ યુવકે પોતાના વાહનો સેવામાં આપ્યા
 • મુસ્લિમ ઘાંચી સમાજના યુવાઓએ પણ દર્દીઓની સેવામાં એમ્બ્યુલન્સ શરૂ કરી

ઝાલોદ નગરને કોરો મુક્ત બનાવવાના નિર્ધાર સાથે ભરત ટાવર ખાતે કાર્યાલય શરુ કરાયું હતું. જ્યાંથી નગરના યુવાનોની ટીમ દ્વારા લોક સેવાના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. સાથે કોરોનાને રોકવા માટે તંત્ર સાથે રહીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં નગરના અનેક સેવાભાવી લોકો જોડાઈ રહ્યા છે.

હાલમાં નગરમાં કોરોના કેસોને લઇને દર્દીઓની સેવામાં પાલિકા પૂર્વ પ્રમુખ અને અગ્રણી અગ્નેશભાઈ પંચાલ, વકીલ પંકજ પારિક, મુકેશ ડામોર અને રાહુલ રાઠોડ નામના યુવક દ્વારા પોતાની ગાડીઓને કોરોના દર્દીઓની સેવામાં આપીને માનવતાનું કામ કર્યું છે. તેમજ મુસ્લિમ ઘાંચી સમાજના યુવાનોની ટીમ દ્વારા પણ વડોદરા, અમદાવાદ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને લઇ જવા માટે ચોવીસ કલાક એમ્બ્યુલન્સ સેવા રાહત દરે શરુ કરાઇ હતી. અને વિના મુલ્યે ઓક્સિજનના બોટલ પણ દવાખાને તથા ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો