અકસ્માત:ઝાલોદ સંતરામપુર રોડ પર બાઇક ગેટ સાથે અથડાતાં એકનું મોત

ઝાલોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવકની ભાણીના લગ્નની વાત કરી પરત આવતા હતા

ઝાલોદ સંતરામપુર રોડ ઉપર વિશ્રામ ગૃહની પાસે ચાલકે કાબુ ગુમાવતાં બાઇક રોડની સાઇડમાં ગેટ સાથે અથડાતા પાછળ બેઠેલા યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી. વેલપુરા ગામે મૃતક યુવકની ભાણીના લગ્નની વાત કરી પરત આવતાં અકસ્માત નડ્યો હતો.

ઝાલોદ તાલુકાના જાફરપુરાના પીપળી ફળીયાનો 21 વર્ષિય સુખદેવભાઇ અમિચંદભાઇ ડામોર તથા રળિયાતી ભુરાનો વિજયભાઇ માનસીંગભાઇ મકવાણા બન્ને જણા વેલપુરા ગામે સુખદેવભાઇની બહેન સરલાબેનની દિકપી પિનલબેનના લગ્નની વાત કરી શનિવારની રાત્રે પોણા બારેક વાગ્યે જીજે-20-એઆર-8407 નંબરની બાઇક ઉપર વેલપુરાથી ઝાલોદ આવવા નીકળ્યા હતા. તે દરમિયાન સવા બારેક વાગ્યાના અરસામાં ઝાલોદ સંતરામપુર રોડ પર વિશ્રામ ગૃહની પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી લાવતાં વિજયભાઇએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં રોડ ઉપર ગેટ સાથે બાઇક અથડાતાં સુખદેવભાઇને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજો થઇ હતી.

તેમજ બાઇક ચાલક વિજયને પણ શરીરે સાનાન્ય ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાઓ થતાં સુખદેવનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા ભેગા થયેલા લોકોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે સુખદેવભાઇને મૃતઘોષિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...