હાલાકી:લીમડી બાયપાસ આખો ખાડામાં, ખાડા પૂરો અભિયાનનું સૂરસૂરિયું

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાના લીમડી પાસેનો બાયપાસ હાઈવેનો રસ્તો આખો ડાન્સિંગ ટ્રેક બનેલો જોવા મળી હતો. - Divya Bhaskar
ઝાલોદ તાલુકાના લીમડી પાસેનો બાયપાસ હાઈવેનો રસ્તો આખો ડાન્સિંગ ટ્રેક બનેલો જોવા મળી હતો.
  • બિસ્માર રસ્તાથી વાહનચાલકોને હાલાકી ભોગવી પડે છે
  • સરકાર દ્વારા ખાડા પૂરો મહા અભિયાન ચલાવાઇ રહ્યું છે, ત્યારે આ હાઇવે પરના ખાડા દેખાતા નથી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પાસેના બાયપાસ હાઈવેનો રસ્તો આખો ખાડામાં જોવા મળ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નેશનલ બાયપાસ હાઇવે બન્યો છે. ત્યારે જ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે.

હાલમાં ટોલ અધિકારી દ્વારા ફક્તને ફક્ત ટોલ વસુલવામાં જ રસ દાખવી રહ્યા છે. પરંતુ રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી કરાતા નથી. વાહન ચાલકોની અનેક રજૂઆતો છતાં પણ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.

છેલ્લા ચાર માસથી હાઈવેનો રસ્તો બિસ્માર અવસ્થામાં ફેરવાઈ ગયો છે. રાજયમાં નવા માર્ગ અને મકાનના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ખાડા પુરવાનું મહાઅભિયાન શરુ કરીને હાઈવેના ખાડા પૂરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ત્યારે લીમડી બાયપાસ હાઇવેનો ખખડધજ રસ્તો શું હાઈવેના અધિકારીઓને દેખાતો નથી. સમયસર ખાડાઓ પુરવામાં ન આવતા હવે તો રસ્તાની મેટલ પણ બહાર દેખાવા માંડી છે.નવીન સરકારનું ખાડા પુરવાના અભિયાનનું શુરસુરીયું જોવા મળ્યું હતું. વહેલી તકે રસ્તાની દુરસ્તીકરણ કરવામાં આવે તેવી વાહનચાલકો સહીત આસપાસના રહીશોમાં માંગ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...