પ્રતિઘાત:ઠુંઠીકંકાસીયાના 6ને આર્થિક રાહત માટે ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

ઝાલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ઠુંઠીકંકાસીયા પાસેની અનાસ નદીમાં ગરાસિયા પરિવારના લોકો અસ્થિવિસર્જન કરવા માટે ગયા હતા.તે સમયે નદીમાં પૂર આવતા ૬ લોકો તણાઈ જતા મોત નિપજ્યા હતા.આ ઘટનામાં તંત્રની બેદરકારીને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો. ત્યારે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ આ ઘટનામાં ભોગ બનેલા 6 લોકોના પરિવારોને આર્થિક રાહત આપવા અને બેદરકારો સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી હતી.

આ બનાવમાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.જયારે બે લોકોનો હજુ પત્તો મળ્યો નથી.ભાઈના જ અસ્થિવિસર્જન વેળાએ ભીમજી ગરાસિયા અને ભરત ગરાસિયાનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 4 કલાક સુધી મદદની રાહ જોઈને બેઠેલા ૬ લોકો આખરે તણાતા ઉગ્ર પ્રતિઘાતો પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...