પોલીસ નિષ્ફળ:ઝાલોદમાં ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ કાઢવામાં 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી

ઝાલોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડમાં સામેલ ચોથી વ્યક્તિને શોધવામાં પોલીસ નિષ્ફળ

ઝાલોદ નગરની ગામડી ચોકડી પાસે ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ કાઢતા હોવાની પ્રાંત અધિકારી અને મામલતદારને બાતમી મળી હતી. જેના આધારે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ કાઢવાનું છટકું ગોઠવીને મસ્જીદ બજાર ખાતે રહેતા વકાસ ઇરફાન ગાંડા, સાહિલ મજીદ ગાંડા અને જાવેદ ઇસ્માઇલ ગાંડા નામક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાન્ડ આપ્યાં હતાં.

રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેયને ઝાલોદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ચૂંટણી કાર્ડ સાથે છેડછાડ કરીને ડુપ્લિકેટ ચૂંટણી કાઢવાની આખી ઘટનાને લઈને જિલ્લા આખા ચકચાર મચી ગઇ હતી. પોલીસ દ્વારા ટેકનિકલ પુરાવાના આધારે અન્ય સંડોવાયેલા ઇસમોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ પ્રકરણમાં ચાર સામે ગુના દાખલ કરાયો હતો. ત્યારે કૌભાંડમાં સંડોવાયેલી અજાણી વ્યક્તિ કોણ છે તે હજી સુધી પોલીસ શોધી શકી નથી. ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ કાઢવાની ઘટનાને લઇને નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...