તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ફેલાવાનો ભય:ઝાલોદ મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં : અરજદારો માસ્ક વગર જોવા મળ્યા

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા સાથે અરજદારો માસ્ક વગર જોવા મળ્યા હતા - Divya Bhaskar
ઝાલોદ મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા સાથે અરજદારો માસ્ક વગર જોવા મળ્યા હતા
  • કચેરીમાં ભીડભાડથી કોરોના ફેલાવાનો ભય : અરજદારોના ટોળા ઉમટતાં ચર્ચાનો વિષય

ઝાલોદ નગરમાં થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર શાંત થતા લોકોએ હાશકારો લીધો હતો.બીજી લહેરથી લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે હાલમાં કેશોમાં ઘટાડો નોંધાતાં ખાસ ગાઇડલાઇન સાથે સેવા કેન્દ્રો શરુ કરવામાં આવ્યા હતા.ગુરુવારના દિવસે મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો.જેમાં સોસીયલ ડિસ્ટનસીંગના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા.તેમજ કેટલાક અરજદારો તો માસ્ક વગર બિન્દાસ્ત ફરતા જોવા મળતા ચિંતાનો વિષય બન્યો હતો.

મામલતદાર કચેરીના અલગ-અલગ વિભાગમાં ભીડભાડના કારણે કોરોના ફેલાવાનો ભય પેદા થયો હતો.કચેરીમાં નીતિ નિયમ કે ગાઇડલાઇનનો ભંગ કરીને અરજદારોના ટોળા ભેગા થતા હોવાથી નગરજનોમાં પણ કોરોનાનો સતત ભય સેવાતો જોવા મળ્યો હતો.લાંબા સમય બાદ વિવિધ કચેરીઓ ખોલવામાં આવી છે.તો કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...