વતન વાપસી:યુક્રેનમાં ફસાયેલો લીમડીનો જય ઘરે પરત આવતાં હર્ષના અશ્રુ છલકાયા

ઝાલોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ દ્વારા હંગરી બોર્ડર પાર કરી ત્યાંથી બુડાપેસ્ટ પહોંચ્યો હતો

યુકેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને ભારત સરકાર દ્વારા ચલાવાતા ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવામાં પ્રયાસો ચાલુ છે. જેમાં લીમડી ગામના રાધાકૃષ્ણ મંદીર પાસે રહેતો વિદ્યાર્થી જયકિશન ઓમપ્રકાશ સાધુ પરત ફરતાં પરિવારમાં હર્ષના અશ્રુ છલકાયા હતાં. જયકિશન ઉઝહોરોદ સિટીની ઉઝહોરોડ નેશનલ યુનિ.માં અભ્યાસ કરતો હતો.

વતન પરત આવતાં જયકિશન સાધુનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. લીમડી ગામના સરપંચ શીલાબેન મોરી, સભ્ય ઉત્કર્ષ શર્મા, મહેશભાઈ પંચાલ, નિલેષભાઈ પટેલે જયકિશનનું સ્વાગત કર્યું હતું. પરિવારજનોએ તથા જયકિશને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

જયકિશને જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસની એડવાઇઝરી મુજબ અમારે યુકેન છોડી દેવાનું હતું. બસ દ્વારા હંગરી બોર્ડર પાર કરી ત્યાંથી બુડાપેસ્ટ પહોંચ્યો તેને ખાસ ફ્લાઈટદ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. જ્યા તેમને ગુજરાત ભવનમાં રાખવામાં આવ્યા હતા.

પંચમહાલના 16 છાત્રો વતન પહોંચ્યા
ગોધરા. પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા યુક્રેનમાં ફસાયેલા 19 વિદ્યાર્થીઅોની યાદી બનાવી તેઅોને પરત લાવવા સરકારને મોકલી હતી. અોપરેશન ગંગા હેઠળ પંચમહાલના 19માંથી 16 વિદ્યાર્થીઅોને વતન લાવતાં સરકારનો અાભાર માન્યો હતો.

જયારે 3માંથી બે વિદ્યાર્થીઅો હાલ યુક્રેનમાં ફસાયેલા છે. જયારે અેક વિદ્યાર્થી પોલેન્ડમાં છે. તેમ તંત્ર જણાવ્યું હતું. ત્યારે બાકી રહેલા 3 વિદ્યાર્થીઅોના વાલીઅોને તેઅોને વહેલીતકે ભારત લાવવાની માંગ કરી હતી.ત્યારે ગોધરાની સેરલ વાધેલા યુક્રેનના ખારકીવ શહેરમા ફસાયેલી હતી. અને રેલ્વે ટનરમાં અાશ્રરો લેતા વાલીઅો ચિતાં મુકાઇ ગયા હતા. તે સૈરલ વાધેલા ગોધરા ઘરે પોહચતાં પરીવારમાં ખુશીનો છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...