તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઝાલોદ મામલતદાર કચેરીમાં જુદાજુદા દાખલાના ટેબલો વધારવા રજૂઆત કરાઈ

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ મામલતદાર કચેરીમાં હાલમાં ભારે ભીડ થતી હોવાથી કોરોનાનું જોખમ જોવા મળ્યું હતું. ત્યારે ઝાલોદ તાલુકાના ભાજપ પ્રમુખ મુકેશ ડામોર અને જિલ્લા સભ્ય સુમનબેન ડામોર દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિત આવેદન આપીને જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાનો સમય ચાલી રહ્યો છે. સાથે ચોમાસુ પણ હોવાથી બહાર 20થી 30 કિલોમીટર દૂરથી કામ અર્થે આવતા અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

કચેરીમાં વિવિધ દાખલાઓ કાઢવા માટે એક જ ટેબલો કાર્યરત હોવાના લીધે મોટા પ્રમાણમાં ભીડ-ભાડ થતી હોય છે. જેના કારણે અરજદારોનો કલાકો સુધીનો સમય પણ વેડફાઈ જતો હોય છે. હાલની સ્થિતિને જોતા કોરોના અને ચોમાસાને દયાને લઈને અરજદારોની સુવિધાઓમાં ટેબલ વધારવા સાથે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા ઉભી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...