તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:2 વખત ચોરીને પગલે ઝાલોદ SBIમાં FSLની સઘન તપાસ, FSL દ્વારા ફિંગર પ્રિન્ટની તપાસ કરીને ચોરને પકડવાનો પ્રયાસ

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસ દ્વારા આગળ તપાસ લંબાવવામાં આવી

ઝાલોદ ભરત ટાવર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કનું મુખ્ય શાખામાં 15 દિવસમાં જ બે વાર ચોરીના પ્રયાસની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો.ધમધમતા વિસ્તારમાં સતત બે વખત ઘટના પ્રકાશમાં આવતા આસપાસના રહીશોમાં ભારે દહેશત જોવા મળી હતી. સાથે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.જેથી આ બનાવને પગલે ઝાલોદ પીએસઆઇ અને ડીવાયએસપી બેન્ક ખાતે દોડી આવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.જેમાં સીસીટીવીના ફૂટેજ આધારે પોલીસ તપાસમાં લાગી છે.

સાથે તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે એફએસએલની મદદ લેવામાં આવી હતી.ગોધરા એફએસએલની ટીમ દ્વારા બેન્કના લોકરની તપાસ કરીને ફિંગર પ્રિન્ટ લેવામાં આવી હતી.15 દિવસ પહેલા બેન્ક આગળના એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા તસ્કરો જ બેન્કનું લોકર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું હાલના તબ્બકે જાણવા મળી રહ્યું છે.નગરના હાર્દ સમા ભરત ટાવર વિસ્તારમાં બબ્બે વખત તસ્કરો બેન્કને ટાર્ગેટ કરીને ચોરીના પ્રયાસને અંજામ આપતા આ ઘટના ટોક ઓફ ઘી ટાઉન બની હતી.

અન્ય સમાચારો પણ છે...