કોરોનાનો કહેર:ઝાલોદ તાલુકામાં કોરોનાના લીધે સૌથી વધુ મોત ગરાડુંમાં નોંધાયા

ઝાલોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં બીજી લહેરમાં વધુ મોત થયા હોવાનું બહાર આવ્યું

ઝાલોદ તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં વધુ મોત થયા હતા. તાલુકામાં 105 ગામો છે. જેમાં કોરોનાના કારણે સૌથી વધુ મોત ગરાડું ગામમાં થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સમગ્ર તાલુકામાં ગરાડું ગામમાંથી મોટા પ્રમાણમાં લોકો સરકારી નોકરી કરી રહ્યા છે. તેવામાં કોરોમાં એક માસમાં જ 60 લોકોના મોત નિપજતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

હાલમાં શહેર સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાના કેશોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ગામડાઓ મોટી સંખ્યામાં લોકો બીમાર હોવાનું જાણવા મળેલ છે. ગ્રામીણ વિસ્તારમાં કોરોના પુનઃ ઉથલો ન મારે તે માટે આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન સાથે કોઈ ચોક્કસ પગલાં લેવાઈ તે જરૂરી બન્યું છે. તાલુકાના ગામડાઓમાં કોરોના કાળમાં મોતનું પ્રમાણ વધતા પ્રજાજનોમાં ચિંતા ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...