તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:ઝાલોદમાં અધિ.ઓ 7 કોરોના પોઝિટિવ કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાતે દોડ્યાં

ઝાલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના વાઇરસના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેતા અધિકારીઓની તસવીર - Divya Bhaskar
કોરોના વાઇરસના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેતા અધિકારીઓની તસવીર
  • દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં પ્રાંત અધિકારી, DYSP તેમજ આરોગ્ય અધિકારી ધસી ગયા

ઝાલોદ નગરમાં કોરોનાના કેસ કૂદકે-ને-ભૂસકે વધી રહ્યા છે તેવામાં એક જ ગલીમાં 7 કેસ પોઝિટિવ આવ્યેથી લોકોમાં ડર પેસી ગયો હતો. તેવામાં તંત્ર દ્વારા તે ગળીને કન્ટેનમેન્ટ-ઝોન જાહેર કરી તેને પતરા મારવામાં કરેલા વિલંબથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નગર ચર્ચાને લઇને ધ્યાને આવેલ બાબતના સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતા તંત્રએ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને પતરા મારી લોકોની અવર-જવર રોકવામાં આવી હતી. તેમજ કલેક્ટર વિજય ખરાડીના આદેશથી ઝાલોદ પ્રાંત અધિકારી એસ.ડી.ચૌધરી અને પોલીસ અધિક્ષક બી.વી.જાદવ તથા પી.એસ.આઈ. હાર્દિક દેસાઈ અને પાલિકાના સી.ઓ.કે.પી.દવે પાલિકા ટીમ સાથે તેમજ આરોગ્ય વિભાગની ટીમ કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાતે પહોંચ્યાં હતા. કન્ટેનમેન્ટ વિસ્તારમાં લોકોને શાકભાજી અને દૂધ મળી રહે તે બાબતે ચર્ચા કરીને ગોઠવણ કરી આપી હતી. તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમના ઘર સુધી પોહચે તેનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. નગર પાલિકા દ્વારા સફાઈ માટે આવા વિસ્તારમાં સવાર-સાંજ કચરાને ઉઠાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...