તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઝાલોદ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં 7 વર્ષના પૂર્ણ તથા ચાલુ કામોની ચર્ચા કરી

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ ખાતે કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. - Divya Bhaskar
ઝાલોદ ખાતે કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
  • સાંસદ અને કલેક્ટરના અધ્યક્ષતાને બેઠક યોજાઈ હતી

ઝાલોદમાં શુક્રવારે સાયન્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી અને ડીડીઓ તેજસ પરમારની અધ્યક્ષતામાં તાલુકાના વિવિધ યોજનામાં ચાલતા કામોની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલુકામાં 7 વર્ષમાં પૂર્ણ થયેલા અને ચાલુ કામોની જવાબદાર અધિકારીઓ સાથે કલેક્ટર અને ડીડીઓ દ્વારા વન ટુ વન બેઠક કરીને કામોની સમીક્ષા હાથ ધરાઈ હતી.

જેમાં તાલુકા પંચાયત હસ્તકના તમામ યોજનાના કામો,ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ,ટ્રાયબલ,પંચાયત અને સ્ટેટ બાંધકામ તથા એરીગેશન, જેટકો-એમજીવીસીએલ, એસટી વિભાગ, પાણી પુરવઠાને લગતી તમામ યોજના, ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ, મધ્યાન ભોજન, પુરવઠા, એફસીઆઈ, રાષ્ટ્રીય ધોરી માર્ગ, લીડ બેંક મેનેજર, ખનીજ વિભાગ,સ્કોલશીપ,વનીકરણ થતા આઈટીઆઈ સહિતના વિભાગોની યોજનાઓ કામોની સમીક્ષા કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા,પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા,બી.ડી વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ડામોર સહીત હોદ્દેદારો ઉપસ્થતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...