કાર્યવાહી:30 ટકાની લાલચમાં રાજસ્થાનના શિક્ષકે 19 લાખની ડીલ કરી હતી

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે બંધ થયેલી રૂા. 500 અને રૂા. 1000ની નોટો ઝડપી પાડવામાં આવી હતી

ગરાડુ ગામની ચેકપોસ્ટથી બુધવારના રોજ બે યુવકો પાસેથી 19.95 લાખ ની બંધ થયેલી 500 અને 1000 ની નોટો પકડાઇ હતી. આ મામલે ઝાલોદ પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરતાં રાજસ્થાનના શિક્ષક, ગરાડુના વચેટીયા અને આગળ ડીલ કરનારની પણ પોલીસે ધરપકડ કરીને ઝાલોદ પોલીસે તપાસ શરૂ કરી છે.

બાંસવાડા જિલ્લાના સજનગઢ તાલુકાના મછરાસાત ડુંગરા ગામના અને વ્યવસાયે શિક્ષક માનસિંગ ફતાભાઇ ડામોર અને ગરાડુ ના ગણપતભાઇ નિનામા બુધવારs ઝાલોદ નજીક ગરાડુ ની પાંચ મહુડા ચેક પોસ્ટ ઉપર આરજે-03-2353 નંબરની બાઇક પર આવતાં પકડાયા હતાં. બેગમાંથી પોલીસને 2016માં બંધ થયેલી 500 ની 1317 એટલે કે રૂા.5,58,500 અને 1000 ની 1241 એટલે કે 12,41,00ની ચલણી નોટો મળી હતી. પોલીસે કુલ 18,99,500 રૂપિયાની કિંમતની બંધ ચલણી નોટો કબજે લીધી હતી. બંનેની પુછપરછમાં આ રૂપિયા ગરાડુ ના ઇશ્વર ગરાસિયાને આપવાની કબૂલાત કરી હતી.

આ મામલે ઝાલોદ પોલીસે ધ સ્પેશીફાઇ બેંક નોટ્સ (સસેશન ઓફ- લાયેબીલીટીઝ) એક્ટ 2017ની કલમ 7 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તપાસ બાદ સામે આવ્યુ હતું કે, રાજસ્થાનના શિક્ષક માનસિંગને ત્યાંની કોઇ વ્યક્તિ રૂપિયા આપી ગઇ હતી. ત્યારે ગણપતનો સંપર્ક થતાં તેણે રૂપિયા વટાવી આપવાનું જણાવી ડીલ કરી હતી. ઇશ્વરે જેટલાં પણ રૂપિયા હશે તેના 30 ટકા આપવાનું ડન કરતાં બંને 18,99,500 લઇને આવતાં પકડા યા હતાં. ઇશ્વર દાહોદ જિલ્લામાં જ મજુરી કામ કરે છે ત્યારે તેણે આ રૂપિયા કોને આપવા માટેની ડીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...