હાલાકી:ગરાડુ ગામે 23 પરિવારોને 1 વર્ષથી વીજળી વિના અંધારપટમાં જીવવાનો વારો આવ્યો

ઝાલોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના તળાવ ફળિયામાં રેહતા ડામોર અને મુનિયા પરિવારના 23 જેટલા ઘરોમાં છેલ્લા એક વર્ષથી વીજળી ન હોવાના કારણે આખા પરિવારજનોને અંધારપટમાં જીવન વ્યતિત કરવાનો વારો આવ્યો હતો. અનેકવાર રજૂઆત છતાં પણ જવાબદાર વિભાગ દ્વારા વીજ કનેક્શન માટેની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા અરજદારોને કચેરીના ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. 23 પરિવારોને સત્વરે કુટિર જ્યોત યોજના અંતર્ગત વીજ જોડાણ આપવા માટે ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા પણ સબંધિત અધિકારીઓને લેખિતમાં ભલામણ કરી હતી.

હાલમાં રાજ્ય સરકાર અંતરિયાળ વિસ્તારોમાં ઘેર-ઘરે વીજળી પહોચડવા માટે કટિબદ્ધ બની છે.ત્યારે ગરાડુંના 23 પરિવારોને છેલ્લા એક વર્ષથી વીજળી વિના જીવન ગુજારવાના દિવસો જોવા પડી રહ્યા છે. લેખિત-મૌખિક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પરિવારજનોને વીજળી વિના અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે.

અરજદારોના લેણાં બાકી હોવાથી કનેકશન બાકી છે
ઝાલોદના ગરાડુમાં અરજદારોને નીતિનિયમ પ્રમાણે વીજ જોડાણો આપવામાં આવ્યા છે. અન્ય અરજદારોના લેણાં બાકી હોવાના કારણે વીજ કનેક્શન બાકી છે.>કે.વી.સોની, નાયબ કાર્યપાલક ઈજનેર ,એમજીવીસીએલ, ઝાલોદ

અન્ય સમાચારો પણ છે...