તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી જંગ:ઝાલોદ પાલિકામાં વોર્ડ ન.5માં હિરેન પટેલનો પુત્ર બિનહરીફ જાહેર કરાયો

ઝાલોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં હિરેન પટેલનો પુત્ર પંથ પટેલ બિનહરીફ ચૂંટાઇ આવ્યો હતો. - Divya Bhaskar
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં હિરેન પટેલનો પુત્ર પંથ પટેલ બિનહરીફ ચૂંટાઇ આવ્યો હતો.
  • વોર્ડ ન.6 માં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે

ઝાલોદ પાલિકામાં એક સભ્યના આપઘાત અને એક સભ્યની હત્યાને લઈને વોર્ડ નંબર 5 અને 6માં બે બેઠકો ખાલી પડી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે આ બેઠકોની પણ ચૂંટણી જાહેર થતાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલના પુત્ર પંથ પટેલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ખેંચવાના મંગળવારના દિવસે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા પાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનું ખાતું ખુલી ગયું હતું.

હવે પાલિકામાં વોર્ડ નંબર 6માં 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. ઉલ્લેખનીય છે કે,પાલિકાની પ્રમુખ-ઉપ્રમુખની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી અને કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરવામાં આવતા તેમના સ્થાને પુત્ર પંથને ભાજપ દ્વારા તક આપવામાં આવતા 21 વર્ષના સૌથી નાની વયે પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાતા અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો