પગાર અટકી પડ્યો:આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મીઓે ત્રણ માસના પગારથી વંચિત

ઝાલોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર વિના કર્મીઓની દિવાળી બગડવાનો વારો આવશે
  • જિ. પંચા. દ્વારા ગ્રાન્ટ ન ફાળવાતાં પગાર અટકી પડ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં કરાર આધારિત કર્મીઓને ત્રણ માસથી પગાર ચૂકવાતા મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ દિવાળીના તહેવાર નજીક છે ત્યારે પગાર વિના તહેવાર બગડવાનો વારો આવ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી.હાલમાં કારમી મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે.ત્યારે વેતન વગર નાના કર્મચારીઓને ઘર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.દિવાળીનો સમય નજીક છે.

તેવામાં આરોગ્ય વિભાગના વર્ગ ચાર સહિતના કર્મીઓ પગાર ચુકવવામાં વિલંભ થતા તહેવાર બગાડવાનો વારો આવ્યો હતો.પગાર વિના કર્મચારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.પગાર માટે કર્મીઓ હાલમાં દોડધામ કરતા જોવા મળ્યો હતા.જિલ્લા પંચાયત દ્વારા પગારની ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા કરાર આધારિત કર્મીઓનો પગાર અટકી પડ્યો હોવાનો જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...