ખેડૂતોમાં ચિંતાનો વિષય:10 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઝાલોદ માછણ નાળા ડેમ ઓવરફ્લો ના થયો

ઝાલોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાને બારેમાસ પાણીનો જથ્થો પૂરો પડતો અને તાલુકાનો જીવાદોરી સમાન ગણાતા માછણનાળા ડેમ 10 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઓવરફ્લો ન થતાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. માછણ નાળા 1982ની સાલમાં તૈયાર કરવામાં આવ્યો હતો.ત્યારે આ ડેમની મૂળ સપાટી 277.64 મીટર હતી.જયારે સમય જતા 2000ની સાલમાં સરકાર દ્વારા ડેમના ઓવરફલો પોઇન્ટ ઉપર 90 જેટલા ફ્યુઝગેટ લગાવવામાં આવ્યા હતા.જેમાં માછણનાળા ડેમની સપાટી 277.45 મીટર થઇ ગઈ હતી.

ત્યારે હાલમાં માછણનાળા વિભાગ દ્વારા ઓવરફ્લો સપાટીના સ્થળ ખાતેથી 16 વર્ષ પેહલા લાગવામાં આવેલા ફ્યુઝગેટ હટાવીને ત્યાં 19 સેન્ટિમીટરની ઓગી કરીને સપાટીની ઉંચાઈ વધારવામાં આવી હતી. તેમાં ડેમની સપાટી હાલમાં 277.64 મીટર કરવામાં આવી છે. એટલે કે માછણનાળા ડેમની તંત્ર દ્વારા મૂળ યોજનાની 277.64 મીટરની સપાટી ફરી કરાઈ હતી.દર વર્ષે ઓવરફ્લો થતો ડેમ આ વર્ષે ફક્ત છલકાયો હતો.વર્ષોના બાદ પુનઃ ડેમ ઓવરફ્લો ન થતાં એક તબ્બકે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.હાલમાં ડેમમાં બારેમાસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...