તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કોરોનાના ભયના કારણે રાણીયારના ચૂલના મેળામાં ફક્ત શ્રદ્ધાળુઓ જ અંગારા પર ચાલ્યા

ઝાલોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઝાલોદના રણિયારમાં પરંપરાગત ચૂલનો મેળો તો રદ કરાયો હતો પરંતુ શ્રદ્ધાળુઓએ ચુલ ઉપર ચાલીને પરંપરા જાળવી હતી. - Divya Bhaskar
ઝાલોદના રણિયારમાં પરંપરાગત ચૂલનો મેળો તો રદ કરાયો હતો પરંતુ શ્રદ્ધાળુઓએ ચુલ ઉપર ચાલીને પરંપરા જાળવી હતી.
 • કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા મેળો મોકૂફ રખાતાં ફક્ત પરંપરા જાળ‌વી

ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રણછોડરાય મંદિરની આગળ પ્રાચીન સમયથી ધુળેટીના દિવસે પરંપરાગત રીતે ચુલનો મેળો ભરાય છે. જેમાં આ ચૂલના મેળામાં મંદિરના પરિસરમાં એક ચુલ ખોદવામાં આવી હતી. ચૂલની અંદર લાકડાઓ બાળીને ધકધકતા અંગારા પાથરવામાં આવ્યા હતા. ત્યારબાદ મેળામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ હાથમાં શ્રીફળ લઈને ચૂલના લાલચમ અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની રાખેલી માનતા પુરી કરતા હોય છે.

આ વર્ષે ધુળેટીના દિવસે ભરાતા આ ચૂલના મેળામાં કોરોનાના કારણે ફક્ત માનતા રાખનારા શ્રદ્ધાળુઓ જ હાજર રહીને ધકધકતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની માનતા પુરી કરી હતી.આ મેળામાં રાજસ્થાન, મઘ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટ્યા હોય છે.

પરંતુ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. આમ પ્રાચીન સમયથી અને પરંપરાગત રીતે દર વર્ષે ધુળેટીએ ભરાતા ચૂલના મેળો આ વખતે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે ભરાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો