અકસ્માત:ધાવડીયા પાસે રાત્રે વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

ઝાલોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંસવાડાનો યુવક ઝાલોદ આવતો હતો

ઝાલોદ ઘાવડીયા ચેકપોસ્ટ નજીક વાહને ટક્કર મારતાં મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. સજ્જનગઢ તાલુકાના ટોડી કા ગામના વીપીનભાઈ લક્ષ્મણજી ગરાસીયા ગતરાત્રીના નવ વાગ્યાના અરસામાં પોતાની આરજે-03-બીએસ-5206 નંબરની મોટર સાયકલ લઈ ઝાલોદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ઝાલોદ ઘાવડીયા ચેક પોસ્ટ નજીક ઝાલોદથી બાંસવાડા તરફનો રોડ પર પુરપાટ દોડી આવતા અજાણ્યા વાહન ચાલકે વીપીનભાઈ ગરાસીયાની મોટર સાયકલને જોશભેર ટક્કર મારી અકસ્માત કરી નાસી ગયો હતો.

જોશભેટ ક્કરથી મોટર સાયકલ ઉપરથી ફંગોળાઈ રોડ પર પટકાયેલા વીપીનભાઈ ગરાસીયાને માથાના પાછળના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...