વિવાદ:સાંપોઇમાં ‘વિમલના રૂં.10 કેમ માંગે છે’ પુછતાં ગ્રાહક પર હુમલો

ઝાલોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાકડી તથા ગડદપાટુનો માર મારી ઇજા પહોંચાડી
  • દુકાનદાર તથા તેના બે પુત્રો સહિત ચાર સામે ગુનો દાખલ કરાયો

સાંપોઈ ગામે વિમલની પડકીના વધારે રૂપિયા કેમ માંગે છે તેમ કહેતા દુકાનદાર સહિત ત્રણે લાકડી વડે ફટકારી જાનથી મારી નાખવાની ધમકરી આપી હતી. ઝાલોદ પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સાંપોઈ ગામે પેટપાડા ફળીયામાં રહેતા કસનાભાઈ રામાભાઈ અમલીયાર તથા સુરેશભાઈ એમ બંને જણા ગતરોજ સાંજે તેમના ફળીયામાં રહેતા રાકેશભાઈ વીરાભાઈ વસૈયાની દુકાને વિમલની પડીકી લેવા ગયા હતા.

જ્યાં રાકેશભાઈ વસૈયાએ વિમલની પડીકીના રૂપિયા 10 માંગતા સુરેશભાઈએ કહેલ કે પાંચ રૂપિયાની વિમલની પડીકીના 10 રૂપિયા કેમ માંગે છે તેમ કહેતા રાકેશભાઈ વસૈયા તેના છોકરા કાળુ વસૈયા, દીલીપભાઈ વસેયા તથા ભગુભાઈ વસૈયા એકદમ ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો બોલી રાકેશભઆઈ દુકાનમાંથી બહાર નીકળી તેના હાથમાંની લાકડી સુરેશભાઈને ડાબા કાન પર મારી કાનનો ઉપરનો ભાગ ઈજાઓ પહોંચાડી હતી.

તથા અન્યએ સુરેશભાઈ બરડાના ભાગે લાકડીઓ મારી ઈજા પહોંચાડી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ સંબંધે કરસનભાઈ આમલીયારે દુકાન દાર તથા તેના બે પુત્ર સહિત ચાર સામે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...