દુર્ઘટના:કાળી મહુડીમાં ઇકો અને ટાટા એસ વચ્ચે અકસ્માત, 1 નું મોત

ઝાલોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇક્કો અને ટાટા એસ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. - Divya Bhaskar
ઇક્કો અને ટાટા એસ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો.
  • ત્રણ લોકો ઘાયલ થતાં નજીકના દવાખાને ખસેડાયા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક કાળી મહુડી ગામે ઇક્કો અને ટાટા એસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક કાળી મહુડી ગામે હાઇવે ઉપર શુક્રવારના રોજ સાંજના સમેય ઇક્કો ઇને ટાટા એસ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા નજીકમાંથી લોકો ભેગા થઇ ગયા હતા. ગંભીર રૂપે ઘાયલોને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા લીમડી પોલીસ થતાં ઘટના સ્થળે દોડી ગઇ હતી. લાશનો કબ્જો મેળવી મૃતદેહ પીએમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...