ધરપકડ:ઝાલોદ પંથકમાંથી ચોરેલી જીપ સાથે મધ્યપ્રદેશના યુવકને ઝડપી પાડ્યો

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઝાલોદ પંથકમાંથી બે જીપની ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલાયો
  • મધ્યપ્રદેશથી ચાકલીયા બરવાડાના જંગલના રસ્તે થઇને દાહોદ જવાનો હતો

લીમડી તથા સીમલખેડી ગામેથી બે ક્રુઝર ગાડીઓની ચોરીના બનાવમાં લીમડી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરેલી ક્રુઝર ગાડી સાથે મ.પ્ર.ના યુવકને ઝડપી પાડ્યો હતો.દાહોદ એસ. બલરામ મીણાએ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી. જે અનુસંધાને લીમડી પોસઇ એમ.એલ. ડામોર તથા સ્ટાફના પોલીસ માણસો લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન લીમડી તથા સીમલખેડી ગામેથી ચોરી થયેલ બે ક્રૂઝર ગાડીઓમાંથી એક ક્રૂઝર ગાડી મધ્યપ્રદેશ તરફથી ચાકલીયા બરવાડાના જંગલના રસ્તે થઇને દાહોદ તરફ જવાની બાતમી મળતાં વોચમાં રહી ચોરીમાં ગયેલ એક ક્રૂઝર ગાડી સહિત એક યુવકને ઝડ્યો હતો. ગાડી નંબર પ્લેટ વગરની હોય ઇ ગુજકોપ પોકેટ કોપ એપ્લિકેશનમાં ગાડીનો એન્જીન તથા ચેસીસ નંબરની તપાસ કરતાં લીમડીના કારઠ રોડ ભેરૂજીના મંદીર પાસે રહેતા હેમંતકુમાર દેવાભાઇ મોરીની ચોરી થયેલી GJ-09-BA-5788 ક્રુઝર હોવાનું જણાયું હતું.

ચોરીની ક્રુઝર ગાડી સાથે મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના સગડીયાવ ગામના સુનીલ હુકુમ હિરવેની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની ઘનિષ્ઠ પુછપરઝ કરી ગુનામાં સંડોવાયેલા બીજા આંતરરાજ્ય તત્વોને પકડવાની કાર્યવાહીમાં લીમડી પોલીસ કામે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...