વિરોધ:ઝાલોદ પાલિકાની સભામાં રામસાગરના બ્યુટિફિકેશનની એજન્સી રદ કરવા રજૂઆત

ઝાલોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્યુટિફિકેશન માટે એજન્સી યોગ્ય ન હોવાને લઇને સભ્યોએ ભારે વિરોધ કર્યો
  • સભામાં ચાર પ્રવેશ દ્વાર બનાવીને આદિવાસી વિભૂતિઓના નામ આપવા માંગ

ઝાલોદ નગર પાલિકા ખાતે શનિવારના દિવસે પાલિકા પ્રમુખ સોનલબેન હરેશકુમાર ડીંડોડની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. નગરના કામો અને પ્રસ્નો અંગેની મહત્વની ગણાતી સામાન્ય સભામાં 28 સભ્યો માંથી પાલિકાના ઉપ પ્રમુખ સહીત નવ સભ્યો ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.

સામાન્ય સભાના પ્રારંભે વોર્ડ નં.4 ના મહિલા સભ્ય જશુમતીબેન રાઠોડનું નિધન થતાં તેમની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. બાદ સામાન્ય સભામાં સભ્યો દ્વારા રામ સાગર તળાવના બ્યુટીફીકેશનના કામો માટેની એજન્સી યોગ્ય ન હોવાથી સદર એજન્સીને રદ કરવા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે તળાવના કામનું ટેન્ડર અન્ય એજન્સીને સોંપવા માંગણી કરવામાં આવી હતી.

નગરમાં ચાર પ્રવેશ દ્વાર બનાવીને આદિવાસી વિભૂતિઓના નામ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને નગરમાં રખડતા ઢોરોને પાંજરે પુરવા, વરસાદી પાણીનો નિકાલ, ગટરના પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટરની નવીનીકરણ, કચરો ઉઠાવવા અત્યાધુનિક સાધનો વસાવવા, ઠેર ઠેર લાઇટની સુવિધા અને નગરપાલિકા સમાવિષ્ઠ તમામ રસ્તાઓ તેમજ નગર પાલિકા હસ્તકની જમીનની જાણકારી તેમજ તમામ પાલિકા હસ્તકની મિલકતોના ભાડા વસુલી માટે સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...