કાર્યવાહી:કારમાં હેરાફેરી કરતા 97 હજારના દારૂ સાથે રાજસ્થાનનો એક ઝબ્બે

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જથ્થો, કાર, મોબાઇલ મળી ~2,99,680નો મુદ્દામાલ જપ્ત

ધાવડીયા સીમળીયા ફળિયા રોડ ઉપરથી સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂના 97 હજારના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. ઝાલોદ પોસઇ એસ.એન.બારીયા તથા સ્ટાફના માણસો ગતરોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન મોનાડુંગર તરફથી બંબેલા ગામ વા‌ળા રસ્તે થઇ ધાવડીયા સીમળીયા ફળિયા વાળા રસ્તે થઇ જીજે-20-એબી-6981 નંબરની ટાવેરામાં દારૂનો જથ્થો ભરી ઝાલોદ તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે ધાવડીયા સીમળીયા ફળિયા રોડ ઉપર વોચમાં હતા.

તે દરમિાયાન બાતમીવાળી ટાવેરા આવતાં ચાલકને ઉભી રાખવાનો સંકેત કરતાં પોલીસને જોઇ ચાલક સહિત ગાડીમાં સવાર ત્રણ જણા ભાગતાં પોલીસે ઉદેપુર જિલ્લાના ઓડવાડીયાના ગણેશ ભગારામ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાલક સહિત બે જણા ભાગી ગયા હતા. ટાવેરામાં તપાસ કરતાં દારૂ વ્હીસ્કીની કાચની બોટલ તથા પાઉચની મળી કુલ 24 પેટીઓ જેમાં 97,680 રૂપિયાની 1152 બોટલ અને પાઉચ મળ્યા હતા. કુલ 2,99,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક સહિત ત્રણ સામે ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...