ઝાલોદ મામલતદાર અને એ.એસ.પી. દ્વારા રાજસ્થાન બોર્ડ પરથી ઓવરલોડ રેતી ભરેલ ટ્રક અને ડમ્પર સહિત 8 વાહનો ઝડપી પાડ્યા હતા. મામલતદાર અને પોલીસની સંયુક્ત કામગીરીથી ઓવરલોડ માલસામાન ભરી જતાં લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. ઝાલોદ તાલુકા ધવાડિયા પાસે રાજસ્થાન અને ગુજરાતમાં પ્રવેશવાની ચેકપોસ્ટ આવેલી છે. આ ચેકપોસ્ટ પરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટાપાયે દારૂ સહિતની ચીજવસ્તુઓની ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે.
ગુજરાત તથા રાજસ્થાનમાં જવા માટેની આ એક સુધી ચેકપોસ્ટ છે. જેનો બે નંબરીયા અને અસામાજિક તત્વો રાત્રી દરમિયાન લાભ લેતાં હોય છે. તાજેતરમાં રાજસ્થાન બોર્ડર પરથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક અને ડમ્પર સહિત 8 વાહનો મામલતદાર અને એ.એસ.પી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ટ્રકમાં ક્ષમતા કરતા વધુ રેતી ભરેલી હોવાનું તપાસમાં સામે આવતા આઠ વાહનો સામે કાર્યવાહી કરીને જપ્ત કરવામાં આવ્યા હતા.
મામલતદાર અને પોલીસની સંયુક્ત કામગીરીને લઇને ઓવરલોડ માલસામાન ભરતા લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બોર્ડર પર ભૂતકાળમાં કરોડો રૂપિયાનો પ્રતિબંધિત દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
જેથી અસામાજિક પ્રવૃતિઓની બદી પર અંકુશ લાવવા પોલીસ દ્વારા બોડર વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવું જરૂરી બન્યું છે. રાજસ્થાન બોર્ડર નજીક હોવાના કારણે જિલ્લાભરમાં અસામાજિકો દ્વારા ગુનાહિત પ્રવૃતિઓ કરવામં આવતી હોય છેે ત્યારે સ્થાનિક પોલીસ અને વહિવટી તંત્રએ પણ વોચ ગોઠવવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.