કાર્યવાહી:ઝાલોદમાં ફાયર NOC ન હોવાથી આરોગ્ય કેન્દ્ર સહિત 7 એકમો સીલ

ઝાલોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ પાલિકાએ 7 જેટલા સ્થળોને સીલ કર્યા હતા. - Divya Bhaskar
ઝાલોદ પાલિકાએ 7 જેટલા સ્થળોને સીલ કર્યા હતા.
  • ફાયર એનઓસી ના હોય તેવા એકમોમાં સૌથી વધુ સંખ્યા સરકારીની
  • 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલો સામે કાર્યવાહી કરાઇ

ઝાલોદ પાલિકા દ્વારા શનિવારના દિવસે રિજીયોનલ ફાયર ઓફિસર સ્ટેટ પ્રિવેંશન વડોદરાના હુકમને લઈને ફાયર એનઓસી ન મેળવવા બાબતે ઝાલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત પાંચ હોસ્પિટલ, શાળાઓ સામે સિલની કાર્યવાહી કરવામાં આવતા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

પાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો બાબતે આદેશ કરવા છતાં તપાસ દરમિયાન ઝાલોદ સામૂહિક આરોગ્ય,મહિપ હોસ્પિટલ,મિરા હોસ્પિટલ,સરકારી વિજ્ઞાન તથા આર.કે દેસાઇ કોલેજ,ઝાલોદ કેળવણી મંડળની શાળાઓ,બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,મણિબેન હાઈકુલમાં રિજીયોનલ ફાયર ઓફિસર સ્ટેટ પ્રિવેંશન સર્વિસીસ વડોદરા વિભાગને એનઓસી ન મેળવેલ હોવાનું ખાસ ધ્યાને આવતા પાલિકાને કાર્યવાહીનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો. જેના પગલે પાલિકાની ટીમ દ્વારા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં સાત સ્થળે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.પાલિકાની આ કાર્યવાહી એનઓસી વિનાના અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...