કાર્યવાહી:ઝાલોદ ખાતે બનાવટી ચૂંટણી કાર્ડ બનાવનારા 3ના 3 દિવસના રિમાન્ડ

ઝાલોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજુ કોણ-કોણ સંડાવાયેલું છે અને કેટલાં કાર્ડ બનાવ્યા તે પોલીસ તપાસશે
  • ‘જાવેદ​​​​​​​ ડિજિટલ સોલ્યુસન’ નામની દુકાનમાં બનાવટી ચૂંટણી કાર્ડ બનાવાતા હતા

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ‘જાવેદ ડિઝિટલ સોલ્યુસન’ નામક દુકાનમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાનો રવીવારે ભંડાફોળ થતાં સંડોવાયેલા ત્રણ યુવકોને પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝાલોદ નગરના ગામડી ચોકડી ઉપર ‘જાવેદ ડિજિટલ સોલ્યુસન’ નામક દુકાનમાં વિવિધ પ્રકારની ઓનલાઇન કામગીરીની આડમાં બનાવટી ચૂંટણી કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ઝાલોદ નગરના જ મસ્જિદ બજાર ખાતે રહેતાં વકાસ ઇરફાન ગાંડા, સાહીલ મજીદ ગાંડા અને જાવેદ ઇસ્માઇલ ગાંડા નામક યુવક સાથે એક અજાણ્યા યુવકની સંડોવણી સામે આવી હતી.

પોલીસે આ ત્રણે યુવકોને મંગળવારના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતાં. કૌભાંડમાં કોણ-કોણ સંડોવાયેલું છે, કેટલાં બનાવટી કાર્ડ બનાવ્યા છે તે સહિતના મુદ્દા ટાંકીને રિમાન્ડની માગણી કરતા ત્રણે યુવકોને ત્રણ દિવસના રિમાન્ડની મંજૂરી આપી હતી. એક વ્યક્તિને બનાવટી નકલી કાર્ડ આપતાં તે કામ લાગતુ ન હોવાથી તે મામલતદાર કચેરીમાં નવું કાર્ડ કઢાવવા માટે જતાં જાણ થઇ હતી. સ્ટીંગ ઓપરેશન કરાવ્યા બાદ મામલતદાર ડો. જેનીસ પાંડવ અને પ્રાંત અધિકારી આર.આર ગોહેલની ટીમે છાપો મારીને દુકાનમાંથી એક લેપટોપ, નકલી ચૂંટણી કાર્ડ, ચાર મોબાઇલ,એક પ્રિન્ટર, લેમિનેશન મશીન અને રોકડા રૂપિયા જપ્ત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...