રજૂઆત:લીમડીમાં ગટર માટે 7 વર્ષમાં 20 વખત રજૂઆત પણ પરિણામ શૂન્ય

ઝાલોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઋતુ જન્ય રોગો સામે ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવા રજૂઆતો

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં 2જી ઓકટોબર ગાંધી જયંતિના દિને લીમડી ગ્રામપંચાયત દ્વારા લોકોના હિતાર્થે ગ્રામસભાનું આયોજન લીમડી કુમાર શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં લીમડી ગામમાં કોવિડ વેકશીનના 9190ના લક્ષ્યાંક સામે લીમડીના 8944 લોકોને કોવિડ વેકશીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ગ્રામસભામાં વતન પ્રેમ યોજના ,15માં નાણાં પંચમાં થયેલ કામો , લીમડીગામના લોકોને સ્વચ્છતતાલક્ષી જાગૃતિ વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. જળ જીવન મિશન અંતર્ગત લીમડી ગામમાં 3170 કુટુંબને વાસ્મો યોજના અંતર્ગત નળ કનેક્શન આપવામાં આવશે ત્યારે આવનાર એકથી દોઢ વર્ષ ની અંદર લીમડી ગામ ને સ્વચ્છ અને ચોખ્ખું પીવાનું પાણી મળી રહેશે તેમ જણાવાયુ હતું.

જોકે, ગામની સિદ્ધિઓ વચ્ચે વિવિધ સમસ્યાથી પીડાતી પ્રજાએ પોતાનું દુખ પણ રજૂ કર્યુ હતું. જેમાં પ્રાથમીક સુવિધા જેવી કે સોસાયટી માં ગટર યોજના, સફાઇ, પાણી, સ્વચ્છતા તેમજ ઋતુજન્ય રોગચાળા માટે લીમડી ગામમાં ફોગીંગની પ્રક્રીયા તેમજ દવા છંટકાવવાની કામગીરી સહિતની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યત્વે લીમડીની અણુ શ્રી ધામ સોસાયટીને અસ્તિત્વને આવ્યાને સાત વર્ષ થયા છે. આ સોસાયટીમાં ગટર માટે સાત વર્ષમાં 20 વખત રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ લવાયુ નથી અને માત્ર આશ્વાશન જ અપાયા હોવાનો બળાપો કઢાયો હતો. આ સાથે ગ્રામસભામાં આ સાથે ગંદકીના ઢગ અંગેની પણ ઉગ્ર રજૂઆતો કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...