ઝાલોદના ટ્યુશન ક્લાસિસમાં બાથરૂમ ગયેલી છાત્રાનો અશ્લિલ વિડિયો બનાવ્યા બાદ વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરતો હતો. છાત્રા ગર્ભવતિ બનતાં તેનો ગર્ભપાત કરાવવા જતાં ભાંડો ફુટ્યો હતો. આ મામલે છાત્રાની ફરિયાદના આધારે ટ્યુશન સંચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણમાં ક્લાસિસમાં જતા તમામ છાત્રોની પુછપરછ આદરી હતી.
ત્યારે તા.3 જૂને વધુ એક વિદ્યાર્થિનીએ શારીરિક અપડલાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કે તા.7 જાન્યુ.એ સવારે ટ્યુશન ક્લાસીસમાં હતી ત્યારે સંચાલક નૈનેશ ભુરજી ડામોરે તેનો હાથ પકડી તેની સાથે શારીરિક અપડલા કર્યા હતા. આ મામલે પોલીસે નૈનેશ સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.