તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:‘તું ઢોલ ઘડવાનો ધંધો બંધ કેમ કરતો નથી’ કહી આધેડ સાથે મારામારી

ગરબાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના ભરસડા ગામના દિતાભાઇ હિરાભાઇ સોલંકી તા.31ના રોજ સાંજના આઠ વાગ્યાના અરસામાં ખેતરેથી ઘરે આવતા હતા. તે દરમિયાન તેમના ફળિયામાં રહેતો અર્જુન મડુ બામણીયાએ દિતાભાઇને રસ્તામાં રોકી તુ ઢોલ ઘડવાનો ધંધો બંધ કેમ કરતો નથી કહી અને અમને કેમ બુકણિયો કરે છે કહી ગાળો બોલતો હતો.

જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ દિતાભાઇને પકડી ઝઘડો તકરાર કરવા લાગ્યો હતો. આ દરમિયાન રાજેન્દ્ર મડુ બામણીયા, સારદાબેન અર્જુન બામણીયા અને શાન્તાબેન રાજેન્દ્ર બામણીયા દોડી આવી દિતાભાઇને ધક્કો મારી નીચે પાડી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન છોડાવવા પડેલા દિતાભાઇના પુત્રને પણ લાકડી મારી બાવળા ઉપર મારતા બુમાબુમ કરતાં ફળિયાના લોકોએ આવી વધુ મારથી છોડાવ્યા હતા. અને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ સંદર્ભે દિતાભાઇની પત્ની નવલીબેને હુમલાખોરો સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...