ધાનપુર તાલુકામાં ના નીમલું પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લક્ષ્મીબેન રમેશભાઈ વહુનીયાના ઘરે બપોરના સમયે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટના કારણે અકસ્માતથી ઘરમાં આગ લાગી હતી. બપોરનો સમય હતો,અને આ સમયે લક્ષ્મીના ઘરે રહેલ દાદા-દાદી ને આસપડોશ માં વસવાટ કરતાં સૌ લોકો લણણી કામમાં રોકાયેલ હતાં. રિશેષના સમયે ઘરે ગયેલી લક્ષ્મી સાથે અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની શિલ્પાનું ધ્યાન પડતા આ ઘરમાં અશકત વૃદ્ધ દાદા-દાદી ફસાયેલ હશે એવું ધારી બહાદુરી પૂર્વક આગની જ્વાળાઓ વચ્ચે થઈને ઘરમાં પહોંચી ગઇ હતી.
ઘરમાં રહેલ એક ભેંસ અને 4 બકરીઓ બચાવવામાં સફળ રહી હતી. આગ ઓલવવા માટે બુમાબુમ કરીને સૌને બોલાવવા પ્રયત્ન કર્યો.આગ પગલે શાળાના આચાર્ય ભરતભાઈ સહિતના ગ્રામજનોએ ઘરમાં રહેલો ગેસ બોટલ બહાર કાઢીને આસપાસ રહેલ 8 થી 10 ઘરોને આગની જ્વાળાથી બચાવવામાં સફળ રહ્યાં હતાં. આગની જવાળાના કારણે લક્ષ્મીના ઘરની તમામ સંપત્તિ આગમાં હોમાઈ જતાં તેને મદદ કરવા શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ શિક્ષકોએ વીચાર વ્યક્ત કર્યોહતો. ત્યારે ગુરુવારે વિદ્યાર્થીઓ લક્ષ્મી માટે પોતાના ઘરેથી વિવિધ પ્રકારના અનાજના પોટલા ભરી લાવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.