તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઝરી ચોકડી પાસે બે બાઇક અકસ્માતમાં બે ઘાયલ

ગરબાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામનો વિકેશભાઇ નારૂભાઇ સંગોડ તથા તેમની મોટી માં મોતાબેન કાનજીભાઇ સાથે પોતાની મોટર સાયકલ ઉપર ગરબાડા સરકારી દવાખાને દવા લેવા માટે ગયા હતા. ત્યારબાદ દવાખાનેથી દવા લઇ પરત ઘરે આવતા આવતા હતા. તે દરમિયાન અગિયાર વાગ્યાના અરસામાં ઝરી ચોકડી આશ્રમ શાળાથી થોડે દૂર જતાં સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને લઇ આવતાં મોટર સાયકલના ચાલકે જોરદાર ટક્કર મારતાં વિકેશ તથા તેમની મોટી મા મોતાબેન મોટર સાયકલ ઉપરથી નીચે પાડી પોતાની મોટર સાયકલ મુકી નાસી ગયો હતો.

જેમાં વિકેશને સામાન્ય તથા મોતાબેનને ડાબા પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા નજીકમાંથી તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108 તાત્કાલિક સ્થળ પર આવી ઇજાગ્રસ્ત મોતાબેનને ગરબાડા પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ દાહોદ ખાનગી દવાખાને લઇ જવાયા હતા. આ સંદર્ભે વિકેશ સંગોડે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાવતાં ગરબાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...