હુકુમ:ગરબાડા કોર્ટમાં મારામારીમાં 2 આરોપીઓને 2 વર્ષની સજા, જમીન મુદ્દે તીર, લાકડી મારતાં બે ઘાયલ થયા હતા

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​જુલાઇ 2011માં ખેતીની જમીન અંગે થયેલી મારામારી

ગરબાડા કોર્ટે જુલાઇ 2011માં થયેલી મારામારીના ગુનાના બે આરોપીઓને બે વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકારતાં ખળભળાટ મચી ગયો હતો. ગરબાડા તાલુકાના આંબલી ગામે જુલાઇ 2011માં બે પક્ષો વચ્ચે ખેતીની જમીન સંબંધીત મારામારી થતાં રતનસિંહ ભુરકા મોહનીયા તથા ગોપાલ નુરા મોહણીયાએ તીરમારો કરતાં નાનજીભાઇ કાળીયાભાઇ મોહણીયાને તીર વાગ્યું હતું. જ્યારે મુકેશભાઇ દીપસિંહભાઇ મોહણીયાને લાકડીઓ મારતાં ઘાયલ થયા હતા.

આ સંદર્ભે નાનજીભાઇ કાળીયા મોહણીયાએ રતનસિંહ ભુરકા મોહનિયા તથા ગોપાલ નુરા મોહણીયા વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જે કેસ ગરબાડા કોર્ટમાં 10 વર્ષ અને છ મહિનાથી ચાલતો હતો. જેમાં આજરોજ સરકારી વકીલ મધુબેન એન. ભુરીયાની ધારધાર દલીલોના આધારે જજ મેજિસ્ટ્રેટ કે.આર.યાદવે આરોપીઓને બે વર્ષની સજા ફટકારી 1000 રૂપિયાનો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...