પારંપારિક ગુંદરૂ:ગરબાડા તાલુકામાં મેઘાને મનાવવા, વર્ષ કેવું જશે તે જાણવા દરેક ગામોમાં પારંપારિક ગુંદરું કઢાયું

ગરબાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગરબાડામાં મેઘાને મનાવવા, વર્ષ કેવું જશે તે જાણવા પારંપારિક ગુંદરૂ કાઢવામાં આવ્યું હતુ તે સ્થળની તસવીર. - Divya Bhaskar
ગરબાડામાં મેઘાને મનાવવા, વર્ષ કેવું જશે તે જાણવા પારંપારિક ગુંદરૂ કાઢવામાં આવ્યું હતુ તે સ્થળની તસવીર.
  • ચાલુ વર્ષે પણ સારો વરસાદ થશે તેવી ભૂવા દ્વારા આગાહી કરવામાં આવી

અષાઢ માસમાં મેઘાને મનાવવા માટે ગરબાડા ખાતે તારીખ 12ના રોજ રાબેતા મુજબ પારંપારિક ગુંદરું બેસાડવામાં આવ્યું હતું. જેમાં નિયત સ્થળ ઉપર ગુંદરાના આગલા દિવસે બડવો પુજારો અને ગામના પટેલ તથા આગેવાનો એકત્રિત થયા હતા અને આખી રાત ભગવાન ઈન્દ્રદેવ ગોરીયાદેવ અને ઓવન માતાના ગીત ગાવામાં આવ્યા હતા.

બીજે દિવસે સવારમાં વહેલા પાંચ વાગ્યે બડવાને પવન આવતા ગામના પટેલ દ્વારા વરસાદ બાબતે પૂછતા આ વર્ષે સારો એવો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ ભગવાનના ગીત ચાલુ રાખવામાં આવ્યા હતા અને દેવનું રથ બનાવવામાં આવ્યું હતું તેમાં તીરકામઠા મૂકવામાં આવ્યા હતા.

વિધિવત રીતે ગુંદરાની વિધિ કરવામાં આવી અને ફરીવાર બપોરના 1 કલાકે બડવાને પવન આવતા જે લોકો પોતાના પ્રશ્નો પૂછવાના બાકી રહી ગયા હોય તેઓએ બડવાને પોતાના પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારબાદ બડવો પૂજારો તથા ગ્રામજનો ભેગા મળી દોડતા જઈને ગામમાંથી પસાર થયા હતા.બડવાના હાથમાં ખુલ્લી તલવાર હતી. એક વ્યક્તિના હાથમાં બાબાદેવનું રથ, અન્ય એક વ્યક્તિના હાથમાં ખપ્પર જોવા મળ્યું હતું. ત્યારબાદ ઉજાણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...