તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:માતવામાં અનાજનો જથ્થો વગે કરતા સંચાલકને ગામલોકોએ રંગેહાથ પકડ્યો

ગરબાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનના સંચાલક સામે કાર્યવાહી ન થતાં કલેક્ટરને આવેદન
  • નાયબ મામલતદારે કાર્ડધારકોના જવાબ લઇ રિપોર્ટ રજૂ કર્યો

માતવા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા સસ્તા અનાજના જથ્થો પીકપ ગાડીમાં ભરી સગેવગે કરવા જતા ગામલોકો દ્વારા પકડી પાડ્યો હતો. આ મામલે ગરબાડા મામલતદાર કચેરીએ જાણ કરી હતી. ત્યારબાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા ગામલોકો દ્વારા દાહોદ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

ગામલોકોના જણાવ્યા પ્રમાણે આ સસ્તા અનાજની દુકાનના સંચાલક લોકોને પૂરતો જથ્થો આપતો નહોતો કરતો હતો. તેની રજૂઆત પણ કરી પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મામલતદાર કચેરી દ્વારા પુરવઠા ના. મામલતદારની દ્વારા 40 જેટલા કાર્ડ ધારકોના જવાબો લઇ સ્ટોકની ચકાસણી કરી અને ઉપલી કચેરીએ અહેવાલ મોકલ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

સ્ટોકની ચકાસણી કરી અહેવાલ તૈયાર કર્યો છે
લોકોની ફરિયાદના આધારે અમે સસ્તા અનાજની દુકાન પર જઈ 40 જેટલા લોકોના જવાબો લઈ સ્ટોકની ચકાસણી કરી અહેવાલ તૈયાર કરી વડી કચેરીએ મોકલી આપ્યો છે. >જીગ્નેશ પટણી, પુરવઠા નાયબ મામલતદાર

અન્ય સમાચારો પણ છે...