તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:પાંદડીના ભીમકુંડમાં અસ્થિ વિસર્જનની પરંપરા યથાવત

ગરબાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વજનોના મોક્ષ માટે આસ્થા સાથે સામૂહિક અસ્થિ વિસર્જન
 • આદિવાસી આખું વર્ષ સ્વજનોની અસ્થિ જમીનમાં દાટી રાખે છે

કોઈ વ્યક્તિ મરણ પામે તો તેના આત્માને મોક્ષ મળે તે માટે બારમા દિવસે બારમાની વિધિ કરવામાં આવતી હોય છે. દાહોદ જિલ્લાના દાહોદ ગરબાડા ધાનપુર તાલુકા તથા મધ્ય પ્રદેશમાં રહેતા આદિવાસી સમાજમાં દિવંગતના અસ્થિ આખું વર્ષ ઘર નજીક જમીનમાં દાટી રાખવામાં આવે છે અને આમલી અગિયારસના દિવસે તેનું વિસર્જન કરવાની પરંપરા છે. ગરબાડા તાલુકાના પાંદડી ગામમાં આવેલ પૌરાણિક ભીમ કુંડમા સામુહિક રીતે અસ્થિ સર્જન કરીને દિવંગતોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી.

આદિવાસી સમાજમાં આમલી અગિયારસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ આ વખતે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા બધા જ મેળા પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવા આવ્યો છે. ત્યારે આદિવાસી સમાજમાં આખા વર્ષ દરમિયાન મોતને ભેટેલા વહાલસોયા સભ્યોના આખું વર્ષ સંઘરી રાખેલા અસ્થિઓનું પરિવાર દ્વારા પાંદડી ગામના રામ ડુંગરા ફળિયાના પર્વતો વચ્ચે આવેલી પૌરાણીક ભીમ કુંડમા આ દિવસે વિસર્જન કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. પરંપરા મુજબ પરિવારના સભ્યોના નિધન બાદ બારમાં વિધિ તો કરી દેવામાં આવે છે. પરંતુ તેમના અસ્થિ કુલડીમાં ભરીને યાદ રહે તેવી જગ્યાએ જમીનમાં દાટી દેવાય છે.

આમલી અગિયારસના એક દિવસ પૂર્વે અસ્થિ બહાર કાઢી બેસણા જેવા કાર્યક્રમનું આયોજન કરાય છે. દિવંગતના ફોટા આગળ એક પાત્રમાં દૂધ ભરી તેમાં અસ્થિ નાખી દેવાય છે. પરિવાર ઉપરાંત સંબંધી અને ગામલોકો વારાફરતી આવીને દૂધમાં ધોવે છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તેને ઝાડ ઉપર લટકાવી દેવાય છે. રખેવાળી માટે પરિવારના સભ્યો આખી રાત જાગ્રત અવસ્થામાં ઊંઘે છે.

કેટલી જગ્યાએ તેની સાચવણીના ભાગરૂપે ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. આમલી અગિયારસના દિવસે વહેલી પરોઢે ભીમ કુંડ પર આવીને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે. તેમાં કેટલા ગામના લોકો તમામના અસ્થિ એકસાથે વાજતે ગાજતે લઈને આવે છે. પરોઢે પર્વતની વચ્ચેની કેડી ઉપર કતારબંધ ચાલીને ભીમકુંડ સુધી પહોંચીને સંખ્યાબંધ લોકોએ વર્ષ દરમિયાન મરણ થયેલ પરિવારના સભ્યોનો સામૂહિક રીતે આસ્થાભેર વિસર્જન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો