ભાસ્કર વિશેષ:26મી જાન્યુઆરીએ ગરબાડા ખાતે થનારી જિલ્લા કક્ષાની ઉજવણી હવે હેડક્વાર્ટરમાં થશે

ગરબાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને ધ્યાનમાં લઈ જિલ્લા કક્ષાની ઉજવણી હેડક્વાર્ટરમાં કરવા પરિપત્ર

26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ગરબાડા તાલુકાના નવાફળિયા મુકામે થવાની હતી. જેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવી હતી. તારીખ 18ના બપોર સુધી જે તૈયારીઓ ચાલુ હતી.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી જે-તે જિલ્લાના હેડક્વાર્ટર ખાતે કરવી. સરકારનો પરિપત્ર આવતા ગરબાડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમોને મોકૂફ રાખવામાં આવ્યો હતો અને તેના સ્થાને આ પર્વની ઉજવણી જિલ્લા કક્ષાએ જ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...