તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગરબાડા તાલુકા માં સૈનિક શાળા ચાલુ કરવા માટે વડાપ્રધાનને રજૂઆત

ગરબાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજેટમાં 600 નવીન સૈનિક શાળાને બહાલી અપાઇ છે
 • દાહોદ સાંસદ, ગરબાડા ધારાસભ્યને પણ રજૂઆત કરાઇ

બજેટમાં દેશમાં 600 જેટલી નવીન સૈનિક શાળા ને બહાલી આપી છે ત્યારે ગરબાડામાં પણ એક સૈનિક શાળા બને તે માટે વડાપ્રધાન સુધી રજૂઆત કરી છે ગુજરાતના છેવાડે આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો છે અહીંના આદિવાસી યુવાનો સાહસિક ખડતલ અને મજબુત બાંધાના હોય છે.અહીથી સેનામાં દર વર્ષે 35 થી 45 વિદ્યાર્થી ફરજ બજાવે છે જ્યારે આદિવાસી વિસ્તારમાંથી 300 જેટલા યુવાનો સેનામા શામેલ છે. ચાલુ વર્ષના બજેટમાં 600 જેટલી સૈનિક શાળા ચાલુ કરવાની ઐતિહાસિક કદમ છે.

જેમાં ગરબાડા તાલુકામા આ સૈનિકશાળા ચાલુ કરવામાં આવે તે માટે ગરબાડા ના અનિલભાઈ સોની દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દાહોદ સાંસદ જશવંતભાઈ ભાભોર તથા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને લેખિત રજૂઆત કરી છે. તેમજ અહી પડતર જમીન પણ આવેલ છે તેથી મદયપ્રદેશ નજીક હોવાથી અન્ય રાજયના યુવાનોને પણ પ્રવેશ મળે તેમજ રાષ્ટ્ર ભાવના જોવા મળે. બજેટમાં જે સૈનિકશાળા ચાલુ કરવાની છે, જેમાં ગરબાડા તાલુકામાં પણ એક સૈનિક શાળા ચાલુ કરાય તેવી માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો