તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સીમલીયા બુઝર્ગમાં ઘરમાં પ્રવેશીને દાગીનાની તસ્કરી

ગરબાડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો 69 હજારની મુદ્દામાલની ચોરી કરી ગયા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયાબુઝર્ગમાં રાત્રીના સમયે એક મકાનને નિશાન બનાવી ધાબાના દવારાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી તીજોરીમાં મુકી રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી 69 હજારની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા.

ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામના ભૂરીયા ફળિયામાં રહેતા સોમાભાઈ મોતીભાઈ ભુરીયાના મકાનને તા.9મીની રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ધાબા પરના દરવાજાના નકૂચા તોડી ઘરમાં રાખેલ તિજોરીના લોક તોડી રાખેલો સામાન વેર‌વિખેર કરી અંદર મુકી રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા કુલ મળી 69 હજારની ચોરી કરી તસ્કરો ભાગી છૂટયા હતા. રવહેલી સવારે સોમાભાઈ ના પત્ની જાગી અંદર રૂમમાં જોતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું સોમાભાઈના પત્નીએ ગરબાડા પોલીસ મથકે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...