અટકાયત:વડવામાં બાકી બિલો અંગે સરપંચ પતિની આત્મવિલોપનની ચીમકી

ગરબાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ-પત્નીની આત્મવિલોપનની અરજીને લઇ અટકાયત

ગરબાડા તાલુકાના વડવા ગામના મહિલા સરપંચના પતિ પ્રતાપભાઈ બીલવાળ દ્વારા કરેલ કામોના બીલો ન ચૂકવતા હોવાના કારણે તાલુકા વિકાસ અધિકારીને આત્મવિલોપન કરવાની અરજી આપી હતી. તેને ધ્યાનમાં લઇ સોમવારે સવારથી જ પોલીસ બંદોબસ્ત તાલુકા પંચાયત કચેરી ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત લક્ષી કામો જમીન ઉપર પૂર્ણ થઈ જવા હોવા છતાં લાંબા સમયથી 37 લાખના નાણાની ચુકવણી નહીં થવાના આક્ષેપો સાથે કંટાળીને આત્મવિલોપન કરવા માટે સાંજના 6 વાગ્યાના અરસમાં તાલુકા પંચાયત કચેરી આવ્યા હતા.

જ્યાં ટીડીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કામો થયા છે. તેઓના બીલ નીકળ્યા છે. અને જે કામ રનીંગ તેનું અડધું બીલ આપી દેવામાં આવેલ છે. અને બાકીનું બિલ કામ પૂર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેને લઇને ગરબાડા પોલીસ દ્વારા તેઓને અટકાયત કરવામાં આવી અને વધુ કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...