ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારોના ખાતામાંથી તેમની જાણ બહાર જ રૂપિયા ઉપાડી લેવામાં આવતા હોવાનું કૌભાંડ સામે આવ્યુ હતું. છેલ્લા છ માસથી અત્યાર સુધી 22 ખાતેદારો ભોગ બન્યા છે પરંતુ આ મામલે અત્યાર સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. પાંચ લાખથી વધુ રૂપિયા ગુમાવનાર ખાતેદારો રૂપિયા પાછા મેળવવા માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે. ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 30 હજાર ખાતેદારો છે. ગત માર્ચ માસથી અહીંના ખાતેદારો ઓનલાઇન ફ્રોડના ભોગ બની રહ્યા છે.
એક એક કરીને અત્યાર સુધી 22 ખાતેદારોના રૂપિયા ખાતામાંથી તેમની જાણ બહાર જ ઉપડી ગયા છે. આ મામલે ખાતેદારોએ બેન્કને જાણ કરવા સાથે ગોધરા ખાતે સાઇબર ક્રાઇમમાં પણ જાણ કરી છે. પરંતુ અત્યાર સુધી કોઇ જ નિકાલ આવ્યો નથી. રજાના દિવસ દરમિયાન બાયોમેટ્રીકથી આ રૂપિયા ઉપાડવામાં આવતા હોવાનું જાણવા મળ્યુ છે. 22 ખાતેદારોએ અત્યાર સુધી પાંચ લાખથી વધુ રૂપિયા ગુમાવી ચુક્યા છે ત્યારે ઓનલાઇન ફ્રોડ કરનાર આગામી દિવસોમાં હજી અન્ય ખાતેદારોને પણ નીશાન બનાવશે તેવી દહેશત જોવા મળી રહી છે.
કયા ખાતેદારના કેટલા રૂપિયા ઉપડ્યા | ||
ખાતેદાર | ઉપડેલી રકમ | કઇ તારીખે |
દીતા ડામોર | 18,382 | 21-22 મે |
કનુબેન બારિયા | 9000 | 2 એપ્રિલ |
શારદાબેન રાઠોડ | 37,000 | 11 માર્ચથી 15મે |
લાચંદભાઇ રાઠોડ | 20,000 | 29-31મે |
સંગીતાબેન ડામોર | 10,000 | 21 માર્ચ |
રાજુભાઇ ખાબડ | 5000 | 8 એપ્રિલ |
મીનાબેન સોલંકી | 9940 | 11 માર્ચ |
સંગીતાબેન કટારા | 5705 | 11 માર્ચ |
શનાભાઇ ડામોર | 10,000 | 21 માર્ચ |
અર્જુન ગોહિલ | 10,000 | 13 માર્ચ |
અતુલકુમાર વાળંદ | 6618 | 21 માર્ચથી 9 એપ્રિલ |
જેબુબેન કટારા | 11,425 | 13 માર્ચ |
સવિતાબેન રાઠોડ | 10,000 | 9 મે |
કવિતાબેન રાઠોડ | 10,000 | 9 મે |
લીલાબેન સંગાડા | 19,209 | 21 માર્ચથી 5 જુન |
રમેશભાઇ કોચરા | 70,000 | 28 ફેબ્રુથી 6જુન |
તેરસિંગભાઇ કટારા | 33,275 | 21 માર્ચથી 15 મે |
છગનભાઇ કટારા | 29446 | 2 જુનથી 6 જુન |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.