ભાસ્કર વિશેષ:તાલુકામાં મંજૂર થયેલ ગ્રામ પંચાયત ઘરો તેમજ આંગણવાડી મકાનોની પ્રગતિની સમીક્ષા કરાઇ

ગરબાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ ડીડીઓ દ્વારા ગરબાડા તાલુકા પંચાયતની મુલાકાત લેવામાં આવી
  • તમામ તલાટી કમ મંત્રી તેમજ તમામ સ્ટાફની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી દ્વારા ગરબાડા તાલુકા પંચાયતની મુલાકાત લઇ તમામ તલાટી કમ મંત્રી તેમજ તમામ સ્ટાફની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. હાલમાં મંજુર થયેલ ગ્રામ પંચાયત ઘરો તેમજ આંગણવાડીના મકાનોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર સૂપોષિત માતા સ્વસ્થ બાળક યોજના અંતર્ગત ખાસ રિવ્યૂ કરવામાં આવ્યો તેમજ અન્ય તમામ યોજનાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાએથી આ રિવ્યૂ મિટિંગમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત તેમજ પ્રોગ્રામ ઓફિસર (ICDS) હાજર રહ્યા હતા. તેમજ તાલુકા કક્ષાના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સીડીપીઓ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત તેમજ તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...