માંગણી:સીમલીયા બુઝર્ગમાં અપ્રમાણસર રેશન વિતરણ કરતા સંચાલક વિરુદ્ધ રજૂઆત

ગરબાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નહીં

ગરબાડા તાલુકાના સીમલીયાબુઝર્ગ ગામતળની સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા પૂરતો જથ્થો ના આપતા તેની વિરૂદ્ધ ગરબાડા મામલતદાર કચેરીમાં રજૂઆત કરાઇ હતી. રેશનકાર્ડ ધારકો, આગેવાનો તથા તાલુકા પંચાયતના સભ્યો મળીને ગરબાડા મામલતદાર કચેરીએ સંચાલક વિરૂદ્ધ રાશનનો જથ્થો અપ્રમાણસર અને અનિયમિત વિતરણ કરતા રજૂઆત કરાઇ હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ સંચાલક આખા મહિનામાં એક જ દિવસ સસ્તા અનાજની દુકાન ખોલે અને તે દિવસ જેટલા રેશનકાર્ડ ધારકો આવ્યા એટલાને જ વિતરણ કરીને બાકી રહેલા રેશનકાર્ડ ધારકોને જથ્થો પણ આપતો ન હોવાની ફરિયાદ અગાઉ પણ મામલતદાર કચેરીએ વારંવાર કરવામાં આવી હતી છતાં આ સંચાલક વિરૂદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરાતી નથી.

રિપોર્ટ કરી ઉપલી કક્ષાએ મોકલી આપ્યો છે
સીમલયાબુઝરગ દુકાનદારની અમને ફરિયાદ મળી હતી અને અમે તપાસ કરી ઉપલી કક્ષાએ રિપોર્ટ તૈયાર કરી મોકલી આપ્યો છે. - જે. કે. પટણી (ના.મા. પુરવઠા)

હું આપંુ એટલંુ જ મળશે તમારાથી થાય ત્યાં રજૂઆત કરો તેવી ધમકી આપે છે
ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રેશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં રેશન આપતો નથી અને ધમકી આપે છે કે જે હું આપુ એટલું જ મળશે. તમારાથી થાય ત્યાં રજૂઆત કરો મારી પહોંચ છેક ઉપર સુધી છે, તમે મારું કશું નહી બગાડી શકો કહી ધમકીઓ આપે છે. - જુવાનસિંહ રસુલભાઈ પરમાર

અન્ય સમાચારો પણ છે...